મૃતકના પિયરપક્ષે પતિ સહિતના સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાના કેસમાં મૃતકના પિયરપક્ષે તેના પતિ સહિત 4 સાસરિયાઓ સામે ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ લેટીના કારખાનાની ઓરડીમાં રહેતી અનિતાબેન સુનિલભાઈ બિલવાલ ઉ.વ.20 નામની પરણીતાએ ગઈકાલે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં મૃતકના પિયરપક્ષના પારું બુચા મોરીએ તાલુકા પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરીના પતિ સુનિલભાઈ બધિયાભાઈ બિલવાલ, તથા જેઠ મનીષભાઈ બધિયાભાઈ બિલવાલ, તેમજ જેઠાણી મંજુબેન મનીષભાઈ બિલવાલ તથા દિયર ઇલ્યાસભાઈ બધિયાભાઈ બિલવાલ તેમની દીકરી પર ચારિત્ર્યની શંકા કરીને કોઈ કામ આવડતું ન હોવાના મેણાટોણા મારી શારિરીક અને માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તેથી તાલુકા પોલીસે આ આપઘાત કેસમાં પતિ સહિતના સાસરિયાઓ સામે પરણીતાને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne