મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જિલ્લાના ખાતેદાર ખેડૂતો માટે અકસ્માતે મૃત્યુ સમયે 1 લાખ રૂપિયાની સહાયની યોજના અંતર્ગત 9 પરિવારોને 1-1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. 9 કિસ્સામાં અકસ્માતે અવસાન પામેલા ખેડૂતોના વારસદારોને યાર્ડ ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા થોડા સમય પહેલા અકસ્માતે અવસાન પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો માટે એક યોજના મુજબ 1 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 9 ખેડૂત પરિવારોને 1-1 લાખ રૂપિયાના ચેક યાર્ડ ખાતે રૂબરૂ આપવામાં આવ્યા હતા. આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, માળીયા તાલુકા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne