વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીના પટમાંથી આજ સાંજના સમયે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. મૃતક યુવાનની લાશ નદીના પટમાં પાણી નજીકથી મળી હોવાથી પોલીસના પ્રાથમિક તારણ મુજબ આ યુવાનનુ મોત પાણીમાં ડુબવાથી થયુ હોવાનું જાણવા મળે છે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનના મોતના કારણ અને મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા વિસ્તારમાં અગાઉ પણ અનેક બિનવારસી લાશ મળી આવેલ છે જેમાં બહારના વિસ્તારમાં મર્ડર કરી અને લાશને વાંકાનેર તાલુકા વિસ્તારમાં નિકાલ કરવામાં આવ્યાના બનાવો પ્રકાશમાં આવેલ છે હવે જોવું રહ્યું કે આ કેસમાં પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne