મોરબી : બદલાયેલી શિક્ષણ વ્યવસ્થામાં માત્ર ક્લાસરૂમમાં આપતા પુસ્તકના જ્ઞાન પર જ આધાર રાખવો પોષાય એમ નથી. અમુક વિદ્યા શાખાઓમાં પ્રેક્ટિકલ નોલેજ અને પ્રોપર ફિલ્ડમાં જઈને વ્યવહારુ નિરીક્ષણ જ્ઞાન પણ જરૂરી બન્યું છે. ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના માર્ગદર્શન હેઠળ રાજકોટની ખ્યાતનામ મિકેનિકલ અને પ્રખ્યાત ફૂડ ઇન્ડસ્ટ્રીઝની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી જ્ઞાનની માહિતી મેળવી હતી. મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ તરફથી આયોજિત સ્થળ મુલાકાતના ભાગ રૂપ વહીવટી જ્ઞાનમાં કૌશલ્ય પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે રાજકોટ સ્થિત સી.એન.સી. મશીનરીમાં આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતી જ્યોતિ સી.એન.સી. તેમજ ફૂડ ઇન્સ્ટ્રીઝમાં મોખરાનું સ્થાન ધરાવતી બાલાજી વેફર (નમકીન)ની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ બન્ને ફેકટરીઓ તેમના પરફેક્ટ મેનેજમેન્ટ માટે પણ પ્રખ્યાત છે. ત્યારે વિશાળ પાયા પર ચાલતી ઇન્સ્ટ્રીઝમાં દરેક વિભાગોનું મેનેજમેન્ટ, તમામ વિભાગોની સંકલન કામગીરી, કાર્યનું વિભાજન, ઉત્પાદનમાં જળવાવવી જોઈતી ઝડપ અને કાચા માલનો મહત્તમ ઉપીયોગ, હિસાબી શાખાની કાર્યપધ્ધતિ, વિતરણ વ્યવસ્થા સહિતના મેનેજમેન્ટના પાઠનો સ્થળ પર જઈ પ્રત્યક્ષ અભ્યાસ કર્યો હતો. આ મુલાકાતમાં ખાસ કરીને મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં જોડાઈને રુચિ પૂર્વક સમગ્ર પ્રક્રિયાનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. આ મુલાકાતનું આયોજન સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટની આગેવાનીમાં થયું હતું. જેમાં હેમાંગ ઠાકર, જયેશ પીઠડીયા, હિરેન મહેતા સહિતના સાથે રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne