મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતી ગુમ મોરબી : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે લાપતા બન્યાની તથા મોરબીના સામાકાંઠે રહેતી યુવતી સીરામીક કારખાને કામે ગયા બાદ ગુમ થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતી કોમલબેન રાજેશભાઇ માણેવાડીયા નામની પરિણીતા તેના 7 વર્ષીય પુત્ર અખીલ તથા 3 વર્ષની પુત્રી શ્રેયાને લઈને ઘરેથી ગત તા.7ના રોજ કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ પોતાના સગા સંબંધીઓમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પરિણીતા અને બે બાળકોના આજ સુધીમાં ક્યાંયથી સગડ ન મળતા અંતે આજે તેના પતિ રાજેશભાઇ કલ્યાણજીભાઈ માણેવાડિયાએ પોતાની પત્ની તથા બે બાળકો ગુમ થયાની વાંકાનેર સીટી પોલીસમાં નોંધ કરાવી છે. જ્યારે બીજા બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશન પાછળના જીવરાજ પાર્કમાં રહેતી મનાલી ઉફે અલ્પાબેન રમેશભાઈ પરમાર ઉ.વ.19 નામની યુવતી તા.9ના રોજ નિત્યક્રમ મુજબ લાલપર પાસે આવેલ સોનિયો સીરામીક કરખાનમાં કામે ગઈ હતી. જ્યાંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પિતા રમેશભાઈ પરમારે પોતાની પુત્રી ગુમ થયાની મોરબી તાલુકા પોલીસમાં નોંધ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne