મોરબી : મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર થયેલો શખ્સ મોરબીમાં રહીને હદપાર હુકમનો ભંગ કરતો હોય એસઓજીની ટીમે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના લાયન્સનગરમાં રહેતા હિતેશ કાનજીભાઈ પાટડીયા ઉ.વ. 32ને મોરબી, રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ મળીને કુલ પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. તેમ છતાં આ શખ્સ મોરબીના નવલખી ફાટક પાસે હોય તેને એસઓજીના સ્ટાફે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.