સ્થાનિક લોકોએ વરસાદી પાણી માટે અવરોધરૂપ દબાણો દૂર કરવાની માંગ કરી મોરબી : મોરબીના લીલાપર રોડના બ્રિજથી એક કિમિ સુધી નાલામાં ગેરકાયદે દબાણો ખડકાયા છે.જેથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે.જોકે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ભારે વરસાદ પડે તો મોટી આફત આવે તેવી સ્થાનિકોએ ભીતિ દર્શાવીને સંબધિત તંત્ર સમક્ષ આ ગંભીર બાબતે વહેલાસર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના લીલાપર રોડ પર રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે લીલાપર રોડ ઉપર વિધુત સ્મશાન ગૃહ પાસે આવેલા બ્રિજનો એક ગાળો બુરાઈ ગયો છે જેમાં બ્રિજથી એક કિમિ સુધી નાલામાં ગેરકાયદે આડેધડ દબાણો ખડકાયા છે.જેથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે.જેમાં શહેરના જેલરોડ, લુહાણાપરા. શનાળા રોડ, રવાપર રોડ, વજેપર વિસ્તારમાં ચોમાસાના પાણીનો નિકાલ અટકી ગયો છે.તેથી સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો થયા છે.ત્યારે ભારે વરસાદ પડે તો આ વિસ્તારોની કેવી હાલત થશે તેની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાઈ છે.આથી હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય સંભવિત ભારે વરસાદથી ભારે ખાના ખરાબી થવાની ભીતિ હોવાથી વહેલી તકે જવાબદાર તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne