હડમતિયા : ટંકારાના હડમતિયા મુકામે તારીખ 15ને સોમવારે રાત્રે 9:30 કલાકે નકલંકધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સંતવાણીઅને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના ગુરુ તથા આસ્થાના કેન્દ્ર એવા પ્રેમદાસબાપુના સાન્નિધ્યમાં નકલંકધામ, હડમતિયા મુકામે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીના કલાકારો વાંકાનેરના મયુરસિંહ ઝાલા અને પાંચાભાઇ કણસાગરા છે. સંતવાણી કાર્યક્રમના દાતા વાંકાનેરના વરિયા સાઉન્ડ છે. ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સમસ્ત વરિયા પ્રજાપતિના મહાપ્રસાદનું આયોજન તારીખ 16ને મંગળવારે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રક મેહુલદાસજી બાપુએ અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne