મોરબી : મોરબીમાં શાંતિવન આશ્રમ, રત્નેશ્વર મહાદેવ, ધોળેશ્વર રોડ ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત ગુરૂપુજન તથા ગુરુયાગ, મહાપ્રસાદ અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજાશે. મોરબીમાં સદગુરુ કેશવાનંદ બાપુ અને મહેશ્વરાનંદ બાપુના સાન્નિધ્યમાં શાંતિવન આશ્રમ ખાતે તારીખ 16ને મંગળવારે સવારે 7:00 કલાકે ગુરૂપુજન અને ગુરુયાગ, 11:00 કલાકે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ કથા તથા રાત્રે 10:00 કલાકે સંતવાણી તથા સંતદર્શન કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું છે. સંતવાણી કાર્યક્રમમાં સ્ટેજ સંચાલક શૈલેષભાઇ રાવલ, ભજનિકો લલીતાબેન ઘોડાદ્રા, દલસુખભાઈ પ્રજાપતિ, નરેન્દ્રસિંહ જાડેજા(કચ્છ), ભગવાનજીભાઈ બોરીચા, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, વાયોલિનવાદક રાહુલભાઈ મકવાણા અને તબલા ઉસ્તાદો લાલાભાઇ તથા હરિરામભાઇ છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે નિમંત્રક કલ્યાણાનંદ ગુરુદેવ અને કેશવાનંદ બાપુએ અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne