જાગૃત સંસ્થાએ માળીયામાં ઘાસચારાનું તાકીદે વિતરણ કરવાની મુખ્યમંત્રી રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં હાલ વરસાદ ખેંચાયો છે.તેથી માલધારીઓ અને ખેડૂતોને પશુઓને નિભાવવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે માળિયામાં પરિસ્થિતિ ખરાબ છે.તેથી જાગૃત સંસ્થાએ મુખ્યમંત્રી રજુઆત કરીને માળીયા તાલુકામાં પશુઓને નિભાવવા માલધારીઓ અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે ઘાસચારાનું વિતરણ કરવાની માંગ કરી છે.સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં ગયા વર્ષે અપૂરતો વરસાદ પડ્યો હતો અને આ વર્ષે પણ વરસાદની સીઝનમાં વરસાદ ખેંચાયો છે. હજુ સુધી સારો વરસાદ ન પડતા વાવણી થઈ નથી અને ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા અણીના સમયે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું નથી. તેથી ખેડૂતો અને માલધારીઓને પશુધનને નિભાવવામાં મુશ્કેલી પડી રહી છે.જોકે વરસાદની ખેંચને કારણે અગાઉ સ્ટોક કરેલા ઘાસચારો ખલાસ થઈ ગયો છે અને બજારમાં જે ઘાસચારો મળે છે તેનો ઉચો ભાવ છે. આથી ખેડુતો અને માલધારીઓ એ ઘાસચારો ઉંચા ભાવે ખરીદી શકે એમ નથી. તેથી ટુક સમયમાં ઘાસચારાનું વિતરણ કરવામાં નહિ આવે તો ખેડુતો અને માલધારીઓને પોતાના પશુઓને છોડી મુકવા મજબૂર બનવું પડશે. જોકે માળીયા સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકો છે. તેથી સરકાર આ બાબતને ગભીરતાથી લઈને માળીયા તાલુકામાં વહેલાસર ઘાસચારાનું વિતરણ કરે તેવી તેમણે માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne