મોરબી : અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત અનેં ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા(ઈડીઆઈઆઈ) દ્વારા આયોજિત લઘુ ઉદ્યોગ સંચાલક તાલીમી કાર્યક્રમનું આજરોજ સમાપન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આયોજિત લઘુ ઉદ્યોગ સંચાલક તાલીમી કાર્યક્રમનું આજરોજ જિલ્લા કલેક્ટર આર.જે. માંકડિયાના અધ્યક્ષસ્થાને સીરામીક એસોસિએશનના હોલમાં સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત બાબુભાઇ ગામી દ્વારા તથા તાલીમ અંગેની માહિતી મહેન્દ્રભાઈ ભરવાડા દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 30 જેટલા તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે ઉપરાંત હવે સીરામીક ઉદ્યોગોમાં નોકરી અંગે પ્રેકટીકલ તાલીમ પણ મેળવશે. ઈડીઆઈઆઈ માંથી હાજર રહેલા કોઓર્ડીનેટર ચંદ્રમૌલીભાઈ પાઠકે પ્રોજેક્ટ અંગે સંસ્થાની માહિતી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટર આર.જે. માકડીયાએ તાલીમાર્થીઓને હકારાત્મક વલણ અપનાવી દિવ્ય વિચારો સાથે આગળ વધવા કહ્યું હતું તેમજ કાર્યક્રમની ગુણવત્તાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આભારવિધિ વિજય દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. તાલીમાર્થીઓએ સુંદર પ્રતિભાવો આપીને આવા બીજા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne