મોરબી : મોરબીમાં પોલીસે બાતમીના આધારે બે સ્થળેથી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે તીનપત્તિનો જુગાર રમતા આમદભાઈ સુલેમાનભાઈ ઓરવદી, વિજયભાઈ સાંમતભાઈ કોળી, જગદીશભાઈ દેવજીભાઈ ગડચા, અનવરઅલી મામદભાઈ બુખારીને રૂ.8 હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના માધાપર શેરી નંબર 22 પાસે જાહેરમાં જુગાર રમતા જુસબભાઈ સુલેમાનભાઈ સુમરા, અનિલભાઈ બાબુભાઇ વરાણીયા, રમેશભાઈ મનહરલાલ સોલંકી, લાલજીભાઈ ભાણજીભાઈ સોલંકીને રૂ.13690ના મુદામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne