વૃદ્ધાએ બે અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી સોસાયટીમાં બે અજાણ્યા શખ્સો વૃદ્ધાની સોની બંગડીને ચમકાવી દેવાની લાલચ આપીને રૂ.50 હજારની છેતરપીંડી કર્યાંની ફરિયાદ નોંધાઈ છે. બી ડિવિઝન પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને બન્ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ છેતરપીંડીના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ રોટરીનગરના બ્લોક નંબર 81માં રહેતા પૂર્ણિમાબેન મનહરલાલ જાની ઉ.વ.72 નામના વૃદ્ધા ગતતા.29 જુનના રોજ પોતાના ઘરે હતા. તે સમયે બે અજાણ્યા શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને વૃદ્ધાએ હાથમાં પહેરેલી સોનાની બંગડી જોઈને આ બંગડીઓને બે શખ્સોએ ચમકાવી દેવાની લાલચ આપી હતી.બે શખ્સોએ વૃદ્ધાને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી સોનાની બંગડીઓ લઈને તેને ચમકાવવા માટે વૃદ્ધાને ઘરમાંથી વાટકો અને હળદર લઈ આવવા કહ્યું હતું . આથી વૃદ્ધા જેવા ઘરમાં વાટકો અને હળદર લેવા ગયા કે તરતજ બન્ને શખ્સો રૂ.50 હજારની કિંમતની સોનાની બંગડી લઈને ફરાર થઈ ગયા હતા. તેથી વૃદ્ધાએ ગઈકાલે આ બનાવની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવ 29 જૂને બન્યા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાતા આ ઘટનામાં પહેલા પોલીસે આરોપીઓએને પકડી પછી ફરિયાદ નોંધી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne