મોરબી : 'મારુ મોરબી ઉકરડા મુક્ત મોરબી' આમ આદમી પાર્ટીના અભિયાનને ચારોતરફથી સહકાર મળતા આમ આદમી પાર્ટી દ્વારા આગામી 09/07/2019ના રોજ કરવામાં આવનાર ઉપવાસ આંદોલન મોરબી નગરપાલિકા દ્વારા પત્ર પાઠવી ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવેલ જેના સંદર્ભે આમ આદમી પાર્ટીએ મોરબી નગરપાલિકાની આ વિનંતી 15 દિવસ સુધી એક શરતે માન્ય રાખી હાલ આંદોલન મોકૂફ રખાયું છે. જેમાં સોલિડ વેસ્ટ મેનજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અમલવારી કરવા અને ઉકરડા 15 દિવસમાં નાબૂદ કરી ટ્રાનસફર સેન્ટરો ઉભા કરવાની માંગણી સ્વીકારી છે. જો કે ત્યાં સુધી 'મારુ મોરબી ઉકરડા મુકત મોરબી' અભિયાન ચાલુ જ રહેશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. આ રજુઆત સમયે મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ બારોટ, મોરબી શહેર પ્રમુખ પરેશ પારીઆ, મોરબી શહેર મંત્રી જય પટેલ, મોરબી માળીયા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, લીગલ સેલ પ્રમુખ રહીશ મધવાણી તેમજ મોરબી શહેર યુવા પ્રમુખ મયુર બાવરવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne