મોરબી : ભરણપોષણની અરજી રદ કરતો ફેમિલી કોર્ટનો મહત્વનો ચુકાદો

- text


મોરબી : મોરબીની ફેમિલી કોર્ટ દ્વારા આજરોજ એક કેસ બાબતે પરિણીતાની ભરણપોષણની અરજી રદ કરતો મહત્વનો ચુકાદો આપવામા આવ્યો હતો.

મોરબીની ફેમિલી કોર્ટમાં અરજદાર પૂર્વીબેન કિશોરભાઈ ટોળીયા (રહે. મોરબી) દ્વારા તેમનાં પતિ વિરલભાઈ જયંતિભાઇ પટેલ (રહે. જામનગર) ઉપર મોરબીની કોર્ટમાં તારીખ 13 એપ્રિલનાં રોજ ભરણપોષણ મેળવવા માટે કેસ કાર્યો હતો. આ કેસ ચાલતા વિરલભાઈનાં વકીલ અશ્વિનભાઈ બડમલિયાની દલીલ અને પુરાવાને ધ્યાનમાં લઇને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો ફેમિલી કોર્ટનાં જજ એચ.એન. ત્રિવેદીએ આપ્યો હતો. તેમણે અરજદાર પૂર્વીબેનની ભરણપોષણ મેળવવાની અરજી રદ કરીને વિરલભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સામાન્ય રીતે આવા કેસમાં કોઈ મહિલાની વિરૂદ્ધમાં ચુકાદો આવે એવું ભાગ્યે જ બનતું હોય છે. વિરલભાઈ પટેલ તરફે વકીલ તરીકે અશ્વિનભાઈ બડમલિયા રોકાયા હતાં.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text