મોરબી : લોરેન કાર્ટન દ્વારા 101 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબીમાં વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત લોરેન કાર્ટન દ્વારા આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ અને 101 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.

- text

મોરબીમાં છેલ્લાં ઘણાં સમયથી સીરામીક તથા અન્ય ઉદ્યોગપતિઓ દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશને આગળ ધપાવતા અને પર્યાવરણનાં જતન અને જાળવણી માટે મોરબીનાં લોરેન કાર્ટન, કે જે તમામ પ્રકારના કાર્ટન પોતાના ઓટોમેટિક પ્લાન્ટમાં બનાવે છે, તેનાં દ્વારા 101 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મહેશભાઈ અંબારામભાઈ ડઢાણીયા અને મહેશભાઈ ચતુરભાઈ ડઢાણીયાએ આ વૃક્ષોનું જતન અને જાળવણી તથા પર્યાવરણને સ્વચ્છ બનાવવાની નેમ પણ લીધી છે.

- text