જલારામ પ્રાર્થના મંદીર તથા આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદના આગેવાનો દ્વારા ત્રિવેણી સંગમ ઘાટે સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. આ વિધિ દરમ્યાન દિવંગતોના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. આ ઉપરાંત જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શક્યા હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ આ સંસ્થા દ્વારા કરવામા આવે છે. હીન્દુ ધર્મની ધાર્મિક અને સામાજિક પરંપરા મુજબ ગ્રહણ પહેલા દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. ત્યારે આગામી તારીખ ૧૬/૭/૧૯ના રોજ ચંદ્ર ગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તારીખ ૧૫/૭/૧૯ને સોમવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તારીખ ૧૪/૭/૨૦૧૯ને રવિવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે તારીખ ૧૩/૭/૨૦૧૯ને શનિવાર સુધીમા લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમાં સ્વજનોના અસ્થિ પધરાવવા અપીલ કરાઈ છે. આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલા ભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, જયેશ ભાઈ કંસારા, દીનેશ સોલંકી, ફીરોઝ ભાઈ, નિર્મિત કક્કડ સહીતના સેવાભાવીઓ જોડાશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne