મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર એક્ટિવા પર 30 બોટલ દારૂ લઈને જતા શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર બાવળીયા પીરની દરગાહ પાસે એકટીવા નંબર જીજે ૩૬ એન ૯૮૪૬ સાથે મહેન્દ્રસિંહ લખુભા ઝાલા રહે.રાધેશ્યામ શેરી,નાની બજારવાળાને 30 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી રૂા.૪૮ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.