શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટેનો સરાહનીય પ્રયાસ મોરબી : ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે ચોમાસામાં વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સમય હોવાથી મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને હરિયાળું બનાવવાની નેમ સાથે આ બુધવારે ફરીથી વિનામૂલ્યે વૃક્ષોના રોપાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોપા વિતરણની શહેરીજનોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. મોરબીમાં પર્યાવરણનું જતન કરવા માટે સક્રિય પ્રયાસો કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવાના ઉદેશ્ય સાથે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે ચોમાસાની સીઝનમાં ઘટાદાર વૃક્ષો થાય તેવા વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ગયો છે અને સામાન્ય વરસાદ પડી ગયો છે.તેથી વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સંજોગો થવાથી દરવર્ષની જેમ આ વખતે પણ વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મયુર નેચર કલબ મોરબી, વન વિભાગ ટંકારા, મોરબી અપડેટ તથા રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 10 જુલાઈને બુધવારે સવારે 9:00 વાગ્યે મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે, આવેલ સંદેશ બ્યુરો ઓફિસ નીચે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ તકે બીલી, શીશમ, તુલસી, લીંબડો, લીંબુ, કરંજ, સીતાફળ, વડ, વાયવરણો, પીપળો, અરડૂસી, સવન, દાડમ તેમજ આંબળા જેવા રોપઓનું નિઃશુલ્ક વિતરણ વહેલો તે પહેલાંના ધોરણે કરવામાં આવશે. એક વ્યક્તિને એક રોપો જ આપવામાં આવશે. મોરબીને લીલુંછમ હરિયાળું બનાવવા માટે વધુને વધુ વૃક્ષોના વાવેતરની જરૂરિયાત હોવાથી આ વિનામૂલ્યે રોપા વિતરણનો શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત 30 જૂનના રોજ મોરબીમાં બે કલાકમાં 2 હજાર જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. જેમાં શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટેના વૃક્ષોના રોપા વિતરણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જેના અનુસંધાને ફરીથી આગામી તારીખ 10 જુલાઈને બુધવારે સવારે 9:00 વાગ્યે મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે, આવેલ સંદેશ બ્યુરો ઓફિસ નીચે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આપને જણાવી દઈએ કે એક વૃક્ષનું માનવ જીવનમાં કેટલું અને કેવું યોગદાન હોય છે. એક સામાન્ય વૃક્ષ દર વર્ષે વાતાવરણમાંથી 20 કિલ્લો ધૂળ શોષે છે. દર વર્ષે 20 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. 80 કિલ્લો પારો, લીથીયમ, લેડ જેવા માનવ જીવનને શારીરિક- માનસિક વિકલાંગ બનાવતા ઝેરી ધાતુના મિશ્રણને શોષે છે. 1 લાખ ચોરસ મીટર દૂષિત હવાને ફિલ્ટર કરે છે અને બહુ જ મહત્વનો એવો 700 કિલ્લો શુદ્ધ ઓક્સીજન વાતાવરણમાં ફેલાવે છે. આ ઉપરાંત એક વૃક્ષ નીચે ગરમીના સમયમાં સરેરાશ 4 ડિગ્રી તાપમાન ઓછું હોય છે. વળી એક વૃક્ષ એક લાખ ચોરસ મીટર દૂષિત હવા ફિલ્ટર કરે છે. ઘર કે ફેકટરી પાસે વાવેલા વૃક્ષો એકોસ્ટિક વૉલ એટલે કે અવાજનું પ્રદુષણ રોકવાનું કામ કરે છે. જેથી કરીને ફેકટરીમાં ઉતપન્ન થતો અવાજ કે ઘોંઘાટ ફેકટરીમાં કે ફેક્ટરીની બહાર ફેલાતો અટકે છે. ઘર પાસે કતારબદ્ધ વાવેલા વૃક્ષોથી બહારનો ઘોંઘાટ ઘરમાં પ્રવેશતો નથી. ઘર પાસે વાવેલા 10 વૃક્ષો સરેરાશ 7 વર્ષનું માનવ આયુષ્ય વધારે છે એવું કેનેડાના જર્નલ સાયન્ટિફિક રિચર્સમાં સામે આવ્યું છે. વિન્કોસીન યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધન મુજબ ઘર પાસે વાવેલા વૃક્ષો તણાવ, ડિપ્રેશન અને વૃદ્ધાવસ્થામાં આવતી બીમારીઓને ઘટાડે છે અને ગાઢી નિંદ્રા લાવવામાં સહાયક બને છે. આ ઉપરાંત ભેજ વાળા વાદળોને વરસાવવામાં વૃક્ષો સહાયક છે એવું તો હવે પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પણ સમજે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne