ઉમા વિદ્યા સંકુલના છાત્રો એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈને પોલીસની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી મોરબી: ઉમા વિદ્યા સંકુલ બાળકો અભ્યાસ સાથે સાથે અન્ય બહારનું પણ જ્ઞાન મેળવે તે હેતુથી ધોરણ - 7 ના દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પોલીસ શુ કામગીરી કરે છે. વગેરે સહિતના અનેક પ્રશ્નો બાળકોએ પૂછ્યા હતા. અને પોલીસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકોને PSO ટેબલ, લોકઅપ રુમ, બાળ કોર્નર, એમઓબી, બારનીશી, ક્રાઈમ, એકાઉન્ટ, કોન્ફરન્સ રુમ/મિટિંગ રૂમ, પી. આઇ ચેમ્બર વગેરે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ટેબલો પર કરવામાં આવતી કામગીરી, પોલીસ સ્ટેશનનું સેટઅપ વિષે જાણકારી આપવામાં આવી હતી. સેફ એન્ડ સીકયોર મોરબી CCTV પ્રોજેક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ લાગેલ કેમેરાઓનું લાઈવ નીદર્શન કરાવવામાં આવ્યું હતું. તથા ઇગુજકોપ ઓનલાઈન અને પોલીસ સ્ટેશનની કોમ્પયુટરાઈઝ કામગીરી વિશે પણ સમજ કરવામાં આવી હતી. આ સાથે આ મુલાકાતમાં PI ચૌધરી , PSI ઝાલા , ASI ચંદુભાઈ, HC ફાલ્ગુનભાઈ પટેલ, HC સુરેશભાઈ, WULR પુનમબેન PC રણજીતભાઈ સહિતના ઓફિસ સ્ટાફના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં બાળકોને ચોકલેટ આપી આ મુલાકાત માટે શુભેચ્છા પાઠવી હતી.