મોરબી : મોરબીમા વન વિભાગના કર્મચારીના પુત્રએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર પંથકને ગૌરવ અપાવ્યું છે. આ યુવાનને હવે પ્રોબેશન પિરિયડ બાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે પોસ્ટિંગ અપાશે. મોરબીમા નાયબ વન સંરક્ષકની કચેરીમાં હિસાબનીશ તરીકે નોકરી કરતા રમેશચંદ્ર ઠોરિયાના પુત્ર રોનકકુમાર જીપીએસસીની પરીક્ષામાં 45મા ક્રમાંક સાથે ઉત્તીર્ણ થયા છે. તેઓ મૂળ માળિયાના નાના એવા લક્ષ્મીવાસ ગામના રહેવાસી છે. રોનકકુમારે વી.વી.નગરમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી બી.ઇ. મિકેનિકલ કર્યું હતું. હાલ તેઓ એલ એન્ડ ટીમા સુરત ખાતે નોકરી કરી રહ્યા છે.