મોરબી : મોરબીના શાપર ગામે રહેતા યુવાને હાથ ઉછીના રૂપે 3 લાખ આપ્યા બાદ આ રકમ પરત આપવા માટે આરોપીએ આપેલો ચેક બાઉન્સ થયાનો કેસ અહીંની કોર્ટમાં આજે ચાલી જતા કોર્ટે આરોપીને છ માસ કેદની સજા ફટકારીને રૂ 3.27 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શાપર ગામે રહેતા પૃથ્વીસિંહ ઉર્ફે રઘુભા જામભા જડેજાએ વર્ષ 2018માં મનુસખભાઈ મોહનભાઇ પરમારને રૂ.3 લાખ હાથ ઉછીના આપ્યા હતા.બાદમાં મનુસખભાઈ મોહનભાઇ પરમારે આ રકમ પરત આપવા માટે જે ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થયો હતો .આથી પૃથ્વીસિંહ ઉફે રઘુભા જાડેજાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ ચેક રિર્ટન થવાનો કેસ મોરબીના ક્લોતરા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ અશ્વિનભાઈ બડમલિયાની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી મોહનભાઇ પરમારને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવીને 6 માસનો કેદની સજા ફટકારી હતી.તેમજ ફરિયાદીને રૂ.3.27 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne