સાંસદ મોહનભાઇ કુંડરિયાના હસ્તે હંટર ટ્રેનિંગ કોલેજ ખાતે નવી મામલતદાર કચેરી ખુલ્લી મુકાઈ મોરબી : મોરબી શહેર માટે અલગ નવી મામલતદાર કચેરી શરૂ કરવાની શહેરીજનોની.લાંબા સમયની માંગ અંતે સાકાર થઈ છે.જેમાં આજથી સાંસદ મોહનભાઇ કુંડરિયાના હસ્તે હંટર ટેનિગ કોલેજ ખાતે નવી મામલતદાર કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજથી નવી મામલતદાર કચેરી શરૂ થતાં શહેરીજનોમાં ખુશીનો લહેર દોડી ગઈ છે.મામલતદાર કચેરીને લગતા મોટાભાગના લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે. મોરબીની વીસી ફાટક પાસે આવેલ હંટર ટ્રેનિંગ કોલેજ ખાતે આજે નવી મામલતદાર કચેરીને ખુલ્લી મુક્યા બાદ સાંસદ મોહનભાઇ કુંડરિયાએ જણાવ્યું હતું કે,વર્ષો જૂની મોરબીની જનતાની માંગણી હતી કે, રેવન્યુ ડિપાર્ટમેન્ટની મામલતદાર કચેરી સીટી ની અલગ બને .એના માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. વિધિવત આજથી શરૂ કરવા માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ હોય ગુજરાત હોય કે મોરબી જિલ્લો હોય કે શહેરી વિસ્તાર હોય ગઈકાલે જે કેન્દ્રનું બજેટ જાહેર કરવામાં આવ્યું અનેક યોજનાના માધ્યમથી છેવાડા ના માનવીને મદદ કરી શકાય એના માટેની વિવિધલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આવી દરેક કચેરીઓના માધ્યમથી દરેક યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો સરકાર નો હેતુ હોય છે. વિજયભાઈ રૂપાણીની સરકારે બે દિવસ પહેલા બજેટ જાહેર કર્યું આપણે એમ કહી શકાય કે આ બન્ને સરકારો ગરીબો માટેની સરકાર છે કિશાનો માટેની સરકાર છે એવી દરેક યોજનાના માધ્યમથી લોકોને વધારે મદદરૂપ થવાય એના માટેના બંને બજેટમાં પ્રયત્ન કરવામાં આવેલ છે અને અમારા જિલ્લાના કલેકટર ડીડીઓ સહિત તમામ અધિકારીગણ હમેંશા લોકોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્નો કર્યા અને ભવિષ્યમાં પણ કરશે અને આ ઓફીસ ના કારણે ખરા અર્થમાં લોકોને સુખા કરી મળવાની છે એના માટે આજે ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જ્યારે આ નવી શરૂ થયેલી મામલતદાર કચેરીમાં એક મામલતદાર, એક નાયબ મામલતદાર,6 રેવન્યુ તલાટી, 1 ક્લાર્ક સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. નવી મામલતદાર કચેરીમાં જનસેવા, આવક,જાતિ તથા સિનિયર સિટીજનોના પ્રમાણપત્રો સહિત તમામ પ્રમાણપત્રો અને રેશનકાર્ડને લગતા તમામ કામો કરાશે અને જીવસ્વાન કનેક્ટિવિટી કાર્યરત થયા બાદ ઇ-ધરાના કામો કરાશે. [gallery ids='61181,61180,61176,61175']