મોરબી : મોરબીના મામલતદારને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. મોરબીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ઇશીતા પ્રદીપકુમાર મેર કલાસ 1 તરીકે જી.પી.એસ.સીમાં 22 ક્રમે પસંદગી પામ્યા છે. આથી તેઓ હવે ડેપ્યુટી કલેકટર બનશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઇશીતા મેર ભારતીય ટેલિવિઝન ચેનલના ખ્યાતનામ ટેલેન્ટ શૉ કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી ચુક્યા છે. જ્યાં તેઓ પોતાના બુદ્ધિ ચાતુર્યથી 6.40 લાખ રૂપિયાની રકમ જીત્યા હતા. મૂળ રાજકોટના રહેવાસી ઇશીતા મેરની બુદ્ધિ પ્રતિભાની અમિતાભ બચ્ચને પણ ખૂબ પ્રશંશા કરી હતી. જે એપિસોડને લાખો લોકોએ જોઈને વખાણ્યો હતો.