મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતો યુવાન લોડરની હડફેટે ચડી જતા તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ આનંદ પેપરમિલ કરખાનમાં રહીને કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રાજેન્દ્રસિંહ ધીરજસિંહ ગોયલ ઉ.વ.18 નામનો યુવાન ગતતા.6ના રોજ આ કારખાનામાં વેસ્ટની પટ્ટી ઉખાડવાનું કામ કરી રહ્યો હતો.તે સમયે આ કારખાના આવેલ લોડરના ચાલકે લોડરને રિવર્સમાં લઈને વણાંક લેતા યુવાન લોડરની હડફેટે ચડી જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના મામા પ્રેમસિંગ નારણસિંગ રાજપુતે લોડરના ચાલક કમલેશભાઈ સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.