મોરબી : મોરબીના રંગપર ગામે આવેલ સીરામીક કારખાનામાં રેતીનો ઢગલો માથે પડતા સગીરનું કરુણ મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રંગપર ગામ પાસે પાવડીયારી કેનાલ નજીક આવેલ સહજાનંદ સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતો ગૌતમ રામચંદ્ર ઉ.વ.16 નામનો સગીર ગતતા.5ના રોજ આ કારખાનામાં કામ કરતો હતો.તે વખતે અચાનક તેની માથે રેતીનો ઢગલો પડ્યો હતો.આથી રેતીના ઢગલા હેઠળ દટાઈ જવાથી સગીરનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.