ઉંચી માંડલ નજીક મેપ્સ ગ્રેનીટો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું મોરબી : મોરબીના ઢૂંવા નજીક ફેવરિટ મિનરલ દ્વારા 400 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે તમામ વૃક્ષોનું યોગ્ય જતન કરવાના સંકલ્પ પણ લેવામાં આવ્યા છે. હાલ સીરામીક સહિતના ઉદ્યોગો દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ફેવરિટ સીરામીક ગ્રુપની કંપની ફેવરિટ મિનરલ દ્વારા પણ ઢૂંવા નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કંપનીના ડાયરેક્ટર વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અહીં કુલ 400 વૃક્ષો વાવીને તેનું જતન કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ઉંચી માંડલ નજીક મેપ્સ ગ્રેનીટો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 25 વૃક્ષોનું વાવેતર કરાયું હતું.