બે શખ્સો સામે ગુનો નોંધીને વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના વાંકીયા ગામે નદીના પટ્ટમાંથી બે શખ્સો રેતી ચોરી કરતા હોવાના ફોટા પાડી યુવાને ફેસબુક પર અપલોડ કરતા આ બાબતે ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાનને જાનથી મારી નખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના વાંકીયા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા સરાફુદીનભાઈ હાજીભાઈ માથકિયા ઉ.વ.38 નામના યુવાને શાહબુંદીન અમીભાઈ શેરીસીયા, ઇકરામુદીન મામદભાઈ બાવરા સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા.2ના રોજ આરોપીઓ વાંકાનેરના વાંકીયા ગામે આવેલ નદીમાંથી રેતીની ચોરી કરી રહ્યા હતા.ત્યારે યુવાને આ રેતીચોરીના ફોટા પાડીને ફેસબુકમાં અપલોડ કર્યા હતા.આથી આ બાબતથી ગુસ્સે ભરાયેલા બન્ને આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બને શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.