દુકાનદાર થોડી વાર માટે બહાર જમવા ગયા ત્યાં તસ્કર દુકાનમાંથી બેખૌફ રીતે રોકડ ઉલેચી ગયો https://youtu.be/0RCCgND4UOQ મોરબી : મોરબીની રવાપર કેનાલ ચોકડી નજીક આજે એક દુકાનમાં તસ્કરે દુકાનદારની ગેરહાજરીમાં બેખૌફ રીતે પ્રવેશીને રૂ. 15 હજારની ઉઠાંતરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીની રવાપર કેનાલ ચોકડી નજીક કોહિનૂર કોમ્પ્લેક્ષમા આવેલ પટેલ કોમ્પ્યુટર & સ્ટેશનરી દુકાન ધરાવતા હિતેશભાઈ પટેલ નજીકમાં જમવા ગયા હતા. તે વેળાએ એક અજાણ્યો તસ્કર આવીને દુકાનમાં કળા કરી ગયો હતો. આ તસ્કરે કોઈ જાતના ડર વગર ધોળે દિવસે દુકાનમાં પ્રવેશ કરીને દુકાનના ખાનામાંથી રૂ. 15 હજારની રોકડ રકમ ચોરી કરી લીધી હતી. દુકાનના સંચાલક જમીને પરત આવતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. દુકાનના સંચાલક હિતેશભાઈ પટેલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે બપોરે તેઓ પાર્ટીશન લોક કરીને જમવા ગયા હોય આ વેળાએ અજાણ્યો શખ્સ કોઈ રીતે પ્રવેશ કરીને ખાનામાંથી અંદાજે 15 હજારની રકમ ચોરી કરી ગયો હતો. આ સમગ્ર બનાવ દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હાલ ચોરી અંગે ફરિયાદ કરવાની તેઓએ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.