રીક્ષા ચાલક સહિત બે શખ્સો સામે ગુનો નોંધાયો મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ પેટ્રોલપંપમાં લાઇન હોવા છતાં રીક્ષા ચાલક આડેથી રીક્ષા લઈને ઘુસી જતા આ મામલે સમજાવવાની કોશિશ કરતા પેટ્રોલપંપના મેનેજરને રીક્ષા ચાલક સહિત બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરની ગાયત્રી સોસાયટીમાં રહેતા અને મોરબીના મકનસર ગામ પાસે આવેલ પેટ્રોલપંપમાં મેનેજર તરીકે નોકરી કરતા ભગીરથભાઈ ભુપતભાઇ રામાનુજે જી.જે.36 યુ 75 નંબરની સીએનજી રિક્ષાના ચાલક અને એક અજાણ્યા શખ્સ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આ પેટ્રોલપંપમાં સીએનજી રિક્ષાનો ચાલક સહિત બે શખસો રિક્ષામાં ગેસ પુરાવવા આવ્યા હતા. તે સમયે પેટ્રોલપંપમાં વાહનોની લાઈનો હતી. તેમ છતાં રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને લાઈનમાંથી આડેથી ઘૂસ્યો હતો. તેથી મેનજરે તેને લાઈનમાં ઉભા રહીને ગેસ પુરાવવા બાબતે ટપાર્યો હતો. આથી લાજવાને બદલે ગાજેલા રીક્ષા ચાલક સહિત બે શખ્સો ઉશ્કેરાઈ જઈને મેનેજરનો મોબાઈલ ફોન તોડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે પેટ્રોલપંપના મેનેજરની ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne