મોરબી : આમરણ મુકામે હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતીક હઝરત દાવલશાપીર વલી અલ્લાહનો ઉર્ષ મુબારક નો ભવ્ય કાર્યક્રમ તા. 15 જુલાઈને સોમવારે અને ઇસ્લામી જીલકાદ તા. 11 ના રોજ ઉજવામા આવશે.આ ઉર્ષમા લાખોની સંખ્યામા હિન્દુ મુસ્લિમો મોટી આસ્થા સાથે તેમજ તેમની માનતા પુરી કરવા માટે ઉમટી પડશે.આગામી તા. 15 જુલાઈને સોમવારના રોજ રાત્રે 10 કલાકે સંદલ કિરયા માટે દરગાહના દ્વાર બંધ કરવામા આવશે. અને રાત્રે 12 કલાકે દરગાહના દ્વાર ખોલવામા આવશે.ત્યાર બાદ ખુબજ ધામધૂમથી પહેલી ચાદર શરીફ ચઢાવામા આવશે. આ કાર્યક્રમમા રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ રાત્રીભર ન્યાજ ચાલુ રહેશે. આ સુફી સંત ઓલીયા દાવલશા પીરે ભરવાડ પાંચા બાપાને આંખે દેખતા ન હતા તેને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે. તેમજ દાવલશાહ પીરની દરગાહ શરીફ કે ઉર્ષ શરીફનો બહાર ગામ કે કોઈ અન્ય જગ્યાએ ફંડ ફાળો કરવામા આવતો નથી તેમજ ન્યાજ જામનગરના હાજી કાસમ એરંડીયા અને જસદણવાળાઓ તરફથી કરવામા આવે છે. તેમ દરગાહ ના પ્રમુખ મુનાફભાઇ જુણેજા, ઉપપ્રમુખ રહીમભાઇ સુમરા અને ટ્રસ્ટી ડાયાભાઇ જીલુભાઇ કુંભરવાડિયા તથા પત્રકાર સબીરમીયા બાવામીયા બુખારી બાપુની યાદીમા જણાવ્યુ છે. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમોની આસ્થાના પ્રતીક હઝરત દાવલશાપીરના ઉર્ષ મુબારકમા જોડાવવા માટે જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ અપાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne