અનેક રજૂઆતો છતાં તંત્રનું ઓરમાયું વર્તન વાંકાનેર : વાંકાનેરમાં આવેલા રેલવે સ્ટેશન રોડની હાલત ખુબ દયનીય બની ગઈ છે. આ બાબતે પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં આ તરફ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વાંકાનેરનો રેલવે સ્ટેશન રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ રોડ પરથી કોઈ વાહન લઈને તો શું ચાલીને જવું પબ અત્યંત મુશ્કેલ છે, એટલા ખાડાઓ છે. લોકો આવી હાલત ધરાવતા રોડ પર બાઈક કે સાઇકલ લઈને પસાર થાય તો પડી જાય એવો ભય રહેલો છે. આ રસ્તાની હાલત મગરની પીઠ જેવી થઇ ગઈ છે. આ ઉપરાંત આ ખાડાઓમાં વરસાદના લીધે ગંદુ પાણી ભરાઈ જતા મચ્છરનો ઉપદ્રવ પણ વધે એવી શક્યતાઓ છે. આ મચ્છરને કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે. આ બાબતે પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં બધી જ રજૂઆતો બહેરા કાને અથડાતી હોય એવો ઘાટ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne