મોરબી : બહેન દીકરીઓની છેડતી કરવી એ અમુક લુખ્ખાગીરી કરતા રોડ છાપ રોમિયોનો નિત્યક્રમ થઈ ગયો હોય એમ મોરબીમાં આવા બનાવો રોજિંદા બન્યા છે. ત્યારે ઘણી વખત સહનશક્તિની હદ આવી જતા આમ જનતા કાયદો હાથમાં લેવા મજબૂર બનતી હોય છે. મોરબીમાં ગઈ કાલે આવા જ એક બનાવમાં રોમિયોગીરી કરી યુવતીઓની છેડતી કરતા અસામાજિક તત્વોને લતાવાસીઓએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. મોરબીના વણકરવાસમાં બહેન-દીકરીઓની સરેઆમ છેડતી કરવાના અને પજવણી કરવાના બનાવો બનતા રહે છે. ક્યારેક આમાંથી માથાકૂટ પણ સર્જાય છે. જો કે આબરૂ જવાની બીકે બહેન-દીકરી વાળું પરિવાર કાયદેસર ફરિયાદ નોંધાવવાથી દૂર રહે છે અને આવારા તત્વો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી છાટકા બનતા હોય છે. વણકરવાસમાં દારૂ પીને છેડતી સહિતના મહિલા વિરોધી ગુન્હાઓનું પ્રમાણ વધતા સ્થાનિકો રોષમાં હતા. જે દરમ્યાન ગઈ કાલે છેડતીનો બનાવ બનતા સ્થાનિકોએ એકઠા થઇ આવારા તત્વોને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. અગાઉ પણ આવા બનાવો સંદર્ભે વારંવાર પોલીસમાં રજુઆત કરવા છતાં કોઈ સખ્ત પગલાં લેવામાં આવતા ન હોય આવા આવારા તત્વોની હિંમત વધી ગઈ છે. ગઈ કાલના બનાવ બાદ સ્થાનિકો ફરી એક વાર રજુઆત કરવા પોલીસ સ્ટેશન ઘસી ગયા હતા. યુવતી અને મહિલાઓની આવી પજવણી રોકવા વણકરવાસમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની સ્થાનિકોએ ઉગ્ર રજુઆત કરતા પોલીસ તંત્ર તરફથી એ અંગે ઘટતું કરવા ખાત્રી અપાઈ હતી. હવે જોવું રહ્યું કે પોલીસ નક્કર કામગીરી કરીને આવા બનાવો રોકવામાં કેટલે અંશે સફળ થાય છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne