શિક્ષણથી વંચિત બાળકો માટે સર્વશીક્ષા અભિયાન હેઠળ ચાલતા વર્ગોમાં ગ્રેજ્યૂએટ યુવાનોને જોડાવવાનો અનુરોધ મોરબી : મોરબી જિલ્લામાં ૬ થી ૧૪ વર્ષનાં શાળા બહારનાં બાળકોને શિક્ષણ આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે.ત્યારે આ શૈક્ષણિક કાર્યમાં જોડાવા ઈચ્છુક ગ્રેજયુએટ યુવાનોને શિક્ષણની સેવા આપવાનો અનુરોઘ કરવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૯ થી ૧૪ વર્ષના શાળા બહારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એસટીપી વર્ગ શરૂ કરવમાં આવે છે.જેમાં મોરબી-૨૯૦,માળીયા-૮૫,હળવદ-૪૫,ટંકારા-૨૦, અને વાંકાનેર-૪૦૫ જેટલા શાળા બહારના બાળકો સર્વેમાં મળી આવેલ છે.જેમાંથી ૨૩૫ બાળકો એસટીપી વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે.બાકીના બાળકો માટે એસટીપી વર્ગ શરૂ કરવાના થાય છે.જે માટે આજુ-બાજુનાં વિસ્તારનાં ગ્રેજયુએટ વ્યકિતઓ શિક્ષણ કાર્ય કરવા માંગતા હોય તો દરેક તાલુકાના બી.આર.સી. ભવન અથવા જિલ્લા પ્રોજેકટ કચેરી મોરબીના ટોલ નંબર ૧૮૦૦-૨૩૩-૩૯૬૭ ઉપર સંપર્ક કરવો.જેમાં બાળમિત્રને માસિક મહેનતાણું રૂ.૮૦૦૦- મળવાપાત્ર થશે. વઘુમાં જણાવવાનું કે આરટીઈ એકટનાં અમલીકરણનાં ભાગરૂપે એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી તે માટે સીરામીકનાં કારખાના વિસ્તાર,સ્લમ એરિયા,ઝુંપડપટી વિસ્તાર,છુટા છવાયા કે અંતરીયાળ વિસ્તાર,અગરીયા વિસ્તાર,વાંઢ વિસ્તારનાં ૬ થી ૧૪ વર્ષનાં દિવ્યાંગ સહિત શાળા બહારનાં તમામ બાળકોનું સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ દ્વારા આચાર્યઓને અપીલ કરવામાં આવે છે. . મોરબી જીલ્લ્લામાં ઘરથી શાળાનું અંતર દુર હોય તેવા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.જેમાં મોરબી જીલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ ૧ થી ૫ માં ૧.૫ કી.મી. અને ધોરણ ૬ થી ૮ માં ૩.૫ કી.મી. કે તેથી વધારે અંતરથી દુર આવતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવેલ છે. જેમાં મોરબી જીલ્લામાં હાલ ૯૭૪ બાળકો લાભ લઇ રહ્યા છે. આ યોજનાનું સમગ્ર સંચાલન એસએમસી દ્વારા કરવામાં આવે છે. આ યોજનાથી બાળકોની હાજરીમાં નિયમિતતા આવી છે. અને શાળામાં નામાંકન વધવાથી ડ્રોપઆઉટ રેટ પણ ઘટી રહ્યો છે. આ યોજના સરકારી શાળાનાં બાળકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઇ છે. એમ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખે અખબાર યાદીમાં જણાવેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne