બેદરકાર તબીબે ફોન ઉપર કહ્યું વાછરડાને નજીકની ગૌ શાળામાં લઈ જાવ , બનાવથી પશુ દવાખાનની પોલ ખુલી મોરબી : મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ બનાવે પશુ દવાખાનાનો ઘોર બેદરકારીની પોલ છતી કરી નાખી હતી. આ વાછરડાને સેવાભાવીઓ દ્વારા પશુ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં તબીબની ગેરહાજરી હતી. ઉપરાંત તબીબે ફોન ઉપર નિર્દયતાથી કહ્યું કે વાછરડાને નજીકના પશુ દવાખાને લઈ જાવ. સ્થાનિકો પાસેથી મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં લોકો ગાયો માટે ઘાસચારો નાખતા હોય છે. જ્યાંથી ત્યાં ગાયો મોટી સંખ્યામાં આવે છે. આ વિસ્તારમાં આજે હડકાયું કુતરૂ આવી ચડતા ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી. આ વેળાએ હડકાયા કૂતરાએ રીતસર આતંક મચાવીને પાંચ વાછરડાને બચકા ભરી લીધા હતા. હડકાયા કૂતરાએ પાંચ વાછરડાને બચકા ભરી લેતા આજુબાજુના સેવાભાવી લોકોએ માનવતા દાખવીને પોતાના કામધંધા પડતા મૂકીને આ વાછરડાને પશુ દવાખાને લઈ ગયા હતા. જો કે આ વેળાએ પશુ દવાખાને તબીબ જ ગેરહાજર હતા. જેથી ત્યાંના સ્ટાફને આ અંગે પૂછતાં એવું જાણવા મળ્યું કે અહીં ડો. કાલરીયા નામના તબીબ ફરજ ઉપર છે. જે દરરોજ બપોર પછી દવાખાને આવતા જ નથી. બાદમાં લોકોએ આ તબીબનો ફોન ઉપર સંપર્ક સાધતા તબીબે સંવેદનાને બાજુમાં મૂકીને કહી દીધું કે વાછરડાને નજીકની ગૌ શાળામાં લઈ જાવ. બાદમાં આ વાછરડાને નજીકની ગૌ શાળામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી બહારથી રસી લઈ આવવાનું કહેવામાં આવ્યું હતું. જે લઈ આવ્યા બાદ વાછરડાની સારવાર કરવામાં આવી હતી. આમ આ બનાવથી પશુ દવાખાનામા ચાલતું લોલમલોલ સામે આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne