રાજકોટ વિભાગમાં 28.66 કિ.ગ્રા. દૂધઉત્પાદન સાથે પશુપાલકને રૂપિયા 51,000નું ઇનામ અપાયું મોરબી : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી યોજાતી દૂધ હરીફાઈમાં આ વર્ષે મોરબીના પશુપાલકની ગીર ગાયે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેના ઇનામરૂપે પશુપાલકને સરકાર તરફથી રૂપિયા 51,000નો ચેક અર્પણ કરાયો હતો. રાજ્યમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને સારી ઓલાદના પશુઓ બાબતે પશુપાલકોમાં જાગૃતિ આવે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના ૨૦ પશુપાલકોએ ભાગ લીધો હતો. જેમાં ગીર ગાયની હરિફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા તેમને રાજ્ય સરકારવતી મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ રૂપિયા 51,000નો ચેક પુરસ્કાર રૂપે અર્પણ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે મહિપાલસિંહ જાડેજાએ 2013-14ના વર્ષમાં યોજાયેલ ગીર ગાયની દૂધ હરિફાઈમાં ભાગ લીધો હતો અને ત્યારે તેમની ગાયનો 23 કિ.ગ્રા. દૂધ સાથે બીજો નંબર આવ્યો હતો. પરંતુ આ વખતે મારી ગીર ગાયનું કુલ 28.66 કિ.ગ્રા. દૂધ ઉત્પાદન નોંધાતા પ્રથમ નંબર મળ્યો છે. તેમણે ગીર ગાયની માવજત અને દૂધ ઉત્પાદન બાબતે જણાવ્યું હતુ કે, તેમની પાસે હાલ એક ગાય અને બે વાછરડી છે, તેના માટે તેઓ સમયાંતરે પશુ ડોક્ટરની વિઝિટ કરાવે છે અને જરૂર પડે ત્યારે આ પશુઓનું રસીકરણ પણ કરવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા આ માટે પુરતુ માર્ગદર્શન પણ તેમને મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પશુપાલકો સારી ઓલાદના પશુપાલન થકી આર્થિક રીતે સક્ષમ બને અને પશુપાલનના વ્યવસાયને વેગ મળે તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે પશુઆરોગ્ય મેળાઓ અને જાગૃતિ શિબિરો યોજવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાયને નવી દિશા મળી રહે, તે માટે પશુપાલન વિભાગ દ્વારા દૂધ ઉત્પાદન હરિફાઈ, પશુપાલન વિસ્તરણ ઝુંબેશ, રસીકરણ, કૃત્રિમ બિજદાન સહિતની પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પશુપાલક લાભાર્થીઓ સુધી પહોંચાડી પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne