ઓરેવા ગૃપ દ્વારા 900 થી વધારે રીસ્ટ વોચનાં આકર્ષક મોડેલ્સ બજારમાં મુકાયા મોરબી : મોરબીને વિશ્વફલક પર લઇ જનાર ઓરેવા ગૃપ લાઈટીંગ, ઇલેકટ્રીકલ્સ, ઇલેકટ્રોનિકસ અને કિચન એપ્લાયંસીઝમાં સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે આ ગ્રૂપ દ્વારા રીસ્ટ વોચનાં નવા મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 900થી વધારે રીસ્ટ વોચનાં આકર્ષક મોડેલ્સ બજારમાં મુકવામાં આવ્યા છે. ઓરેવા એટલે કે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના આશરે 48 વર્ષ પહેલાં એટલે કે 1971માં મોરબીના દીર્ઘદ્રષ્ટા એવાં ઓધવજીભાઈ પટેલે કરી હતી. ઓરેવા ગૃપ એટલે કે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ એક ખૂબ જાણીતી કંપની છે. તેઓ સરકારના 'મેક ઇન ઈન્ડિયા'ના દ્રષ્ટિકોણનું સંપૂર્ણપણે પાલન કરે છે અને ચાર હજારથી પણ વધું કર્મચારીઓને રોજગારી આપે છે. ઓરેવા ગૃપ એક એવી કંપની છે, કે જેણે મોરબીને વિશ્વફલક પર એક આગવું સ્થાન અપાવ્યું છે. ઓરેવા ગૃપ દ્વારા અવનવી પ્રોડક્ટની વિશાળ રેંજ સાથે સાથે બજારમાં રીસ્ટ વોચની વિશાળ અને આકર્ષક રેંજ મુકવામાં આવી છે. દીપક પારેખનાં જણાવ્યા અનુસાર, ઓરેવા દ્વારા તાજેતરમાં 900થી વધું રીસ્ટ વોચનાં આકર્ષક મોડેલ્સ ભારતના બજારમાં મુકવામાં આવ્યાં છે. આ દરેક મોડેલને આકર્ષક બનાવવા માટે તેનાં વોટરપ્રૂફિન્ગ, પ્લેટિંગ મુવમેન્ટ વગેરે માં ખાસ કાળજી રાખવામાં આવી છે. જાપાન મુવમેન્ટનાં મોડેલમાં હાઇ કવોલિટી પ્લેટિંગ, વોટરપ્રૂફિન્ગ, એક્સ્ટ્રા ઓર્ડીનરી ડિઝાઇન, લેધર સટ્રેપ્સ જેવા આગવા ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ્સ ઉપરાંત ડે, ડેટ, ડ્યુઅલ મુવમેન્ટ, મલ્ટી ફંકશન, ક્રોનોગ્રાફ, ઓટોમેટિક વોચ જેવા ખૂબ સુંદર મોડેલ્સ બજારમાં મુક્યા છે. આ સમગ્ર મોડેલ્સનુ મેન્યુફેક્ચરિંગ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યુ છે, જેમાં લેડીઝ ફેશનેબલ વોચ, સ્પોર્ટ્સ વોચ, મેન એન્ડ વુમન કેઝ્યુઅલ વોચની વિશાળ રેંજ મળશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne