મોરબી શહેર તેમજ ટંકારમાં 4 એમ.એમ, વાંકાનેર 27 એમ.એમ. વરસાદ નોંધાયો : માળીયા (મી.) અને હળવદમાં માત્ર મેઘ આડંબર મોરબી : મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું હોવા છતાં મોરબી જિલ્લો મૉટભાગે કોરો રહ્યો હતો. અષાઢીબીજના એક દિવસ પહેલા મોરબી જિલ્લામાં વધુ ઓછો વરસાદ નોંધાયો હતો. મોડી સાંજ સુધી વાતાવરણ ગોરંભાયેલું રહ્યા બાદ રાત્રે આઠ વાગ્યા પછી છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સહુથી પહેલા મેઘરાજાએ વાંકાનેર ઉપર હેત વરસાવવાનું શરુ કર્યું હતું. જ્યાં સવારે આઠ વાગ્યા સુધીમાં 27 મિલી.મી. એટલે કે 1 ઇંચ કરતા થોડો વધુ વરસાદ નોંધાયો હતો. જયારે મોરબી શહેરમાં મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ વરસાદની એન્ટ્રી થઈ હતી. મોરબીમાં માત્ર 4 એમ.એમ તેમજ ટંકારમાં પણ 4 એ.એમ જેવો વરસાદ પડ્યો હતો. માળીયા (મી.)માં અને હળવદ મેઘ આડંબર છવાયો હતો પણ વરસાદ પડ્યો ન હતો. આવનારા ત્રણ દિવસ સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ આવતા ઘણી જગ્યાઓએ વૃક્ષો પડવાના અને વિજપોલ ધરાશાઈ થવાની ઘટનાઓ સામે આવી છે. મોરબીના સામા કાંઠે આવેલા સેવાસદન નજીક આવેલી રચના સોસાયટીના ગેટ પાસે ગત રાત્રી દરમ્યાન વરસેલા વરસાદને પગલે એક વીજ પોલ ધરાશાઈ થતા વિસ્તારનો વીજળી પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલના કર્મચારીઓએ આ પોલ ફરી ઉભો કરવા કવાયત આદરી છે. વીજ પોલ ધરાશાઈ થતા વિસ્તારમાં ખોરવાયેલા વીજ પુરવઠાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ માત્ર એક ઇંચ વરસાદમાં જ જો વીજ પોલ ધરાશાઈ થઈ જતા હોય ત્યારે વધુ વરસાદ આવે ત્યારે શુ હાલત થશે એવી દહેશતે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય એવો ગણગણાટ નગરજનોમાં શરૂ થયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne