મોરબી : મોરબી નજીક ભારતનગર ગામ પાસેથી પસાર થતા ટ્રકને રોકવા માટે જ્યારે તાલુકા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે ટ્રકચાલક દ્વારા ટ્રકને પોલીસ વાન પર ચડાવી દેવાની કોશિશ કરાઈ હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. રાત્રિના સમયે રાજ્યનાં માર્ગો પરથી પસાર થતા વાહનોમાં ઘણી વખત નશીલા પદાર્થોની હેરફેર થવાના બનાવો સામે આવતાં હોય છે. આથી પોલીસ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ગઇકાલે રાત્રે મોરબી તાલુકાની હદમાં ભારતનગર ગામ પાસેથી તાલુકા પોલીસ દ્વારા એક ટ્રકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તયારે ટ્રકચાલકે પોતાનો ટ્રક હંકારી જઇને પોલીસની બોલેરો ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતુ. મોરબી તાલુકા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળીયાએ ફરીયાદ નોંધાવી છે, કે આરોપી વિનય યાદવ (રહે. ઉત્તરપ્રદેશ) ગઇકાલે ભારતનગરના ભરતવન પાસેથી ટ્રક જીજે 1 સી વાય 860 લઇને જતો હતો ત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો, પરંતું તેણે પોતાનો ટ્રક પોલીસની બોલેરો નંબર જીજે 36 જી 399 પર ચડાવી દેવાની કોશિશ કરતા બોલેરોને નુકસાન પહોંચ્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડ્રાઇવર નશો કરીને વાહન ચલાવતો હોવાને કારણે ટ્રક ભગાવવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારી વાહનને હડફેટમાં લીધુ હતુ. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne