ઉપસ્થિત તમામ મહાનુભાવોનુ વૃક્ષના રોપા આપી સ્વાગત અને સન્માન કરાયું મોરબી : મોરબીમાં ભાજપના સંગઠન પર્વ સંદર્ભે સદસ્યતા અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવા માટે તાજેતરમાં મોરબી તાલુકા ભાજપ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા મહાનુભવોનું વૃક્ષોના રોપા આપીને ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સંગઠન પર્વ અંતર્ગત તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ, પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, સંગઠન પર્વના જીલ્લા ઇન્ચાર્જ કે.એસ.ભાઇ, સહઇન્ચાર્જ ભાવિનીબેન, જીલ્લા મહામંત્રી ઘનશ્યામભાઇ ગોહીલ, જીલ્લા ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ, સંગઠન પર્વ તાલુકાના ઇન્ચાર્જ જયંતિભાઇ પડસુંબીયા, સહઇન્ચાર્જ જયંતિભાઇ ચાપાણી, મંજુલાબેન ચૌહાણ તથા હંસાબેન પારેધી, મંજુલાબેન દેત્રોજા, રવિ શનાવળા, વિક્રમસિહ, સુખાભાઇ ડાંગર, ધનજી ભાઇ દંતાલીયા વગેરે મહાનુભાવોએ એકસુરમા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનને તમામ જાતિ, જ્ઞાતિ અને છેવાડાના બુથ સુધી પહોચાડવાની હાકલ કરી હતી. વિશ્વની 11 કરોડ સાથેની સૌથી મોટી પાર્ટીમા વધુ સદસ્યો ઉમેરી વધુ વિશાળ બનાવવા પર ભાર મુક્યો હતો. ભાજપનો કાર્યકર્તા વૃક્ષઉછેર જેવા સામાજીક સેવા કાર્યો કરતા રહેવા ટકોર કરી હતી. મીટીંગના અંતે દરેક કાર્યકર્તાને રોપા આપી વૃક્ષઉછેરનો સંકલ્પ લેવામા આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne