નરેન્દ્રભાઈ પટેલ, કે.જે. ઝાલા અને અંબાલાલભાઈ કુંડારિયા સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં નરેન્દ્રભાઈ પટેલ, કે.જે. ઝાલા અને અંબાલાલભાઈ કુંડારિયા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે . મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે 'મહેમાનો ઓ વ્હાલા' શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. આજે આ શોમાં વૃક્ષપ્રેમી નરેન્દ્રભાઈ પટેલ, કે.જે. ઝાલા અને અંબાલાલભાઈ કુંડારિયા મહેમાન બનવાના છે. આ લોકો મોરબીમાં અલગ અલગ જગ્યાએ જઇને વૃક્ષો વાવવાનું કાર્ય કરવામાં આવે છે. આજે તેઓ કઇ જગ્યા પર ક્યુ વૃક્ષ વાવવું, ઘરમાં કયુ વૃક્ષ વાવી શકાય, કયુ વૃક્ષ ઔષધિ તરીકે ઉપયોગી છે, એનાં વિશે ચર્ચા કરશે. તો આજે તેમના જીવન તથા કાર્ય વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 95376 76276 પર સંપર્ક કરવા જણાવાયું છે.