મોરબી : મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં ગત તારીખ 1ને સોમવારે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સદભાવના હોસ્પિટલના ડો. હેમાબેન પટેલ અને ડો. ભક્તિ પટેલે કોલેજની વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગત તારીખ 1ને સોમવારે મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે કોલેજમાં સદભાવના હોસ્પિટલના ડો. હેમાબેન પટેલ(ગાયનેકોલોજિસ્ટ) અને તેમની સાથે ડો. ભક્તિ પટેલ(ફિઝિયોથેરાપિસ્ટ)એ કોલેજની વિદ્યાર્થીનીઓને સ્ત્રીઓની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય પરંપરા મુજબ સ્વાગતવિધિ બાદ ડો. હેમાબેને સ્ત્રીઓની સમસ્યાઓ તથા ફિમેલ હાઇજીન વિષય પર ઉપયોગી અને રસસભર માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ ખોરાક, પાણી, સ્વચ્છતા, યોગા, કસરતો, વાતાવરણ તેમજ ગરમીમાં કેવા કપડાં પહેરવા તે અંગેની માહિતી અને 'કુંવારી મતાઓ' વિશે ઉપયોગી માહિતી આપીને અફસોસ પણ વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત જયારે જરૂર પડે ત્યારે મારી પાસે આવો એવી સહકારની ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. ડો. ભક્તિ પટેલે શરીરને તંદુરસ્ત રાખવા કસરત, યોગાનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયન્સ તેમજ હોમસાયન્સનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય આરતી રોહને કર્યું હતું. જેમાં પ્રો. નિરાલી જેઠલોજા, પ્રો. દક્ષાબેન પટેલ, મોનિકાબેન માલવાણીયા, મંજુલાબેન દેસાઈ, સીમાબેન વડાલીયા, પૂર્તિબેન મોદી અને વનીતાબેન કગથરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.કે. પટેલે સહકાર આપ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne