મોરબીના ઇન્દિરાનગરમાં જૂની માથાકૂટ મામલે બઘડાટી : 3ને ઇજા પાંચ શખસો સામે હુમલો કર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ગતરાત્રે જૂની માથાકૂટ મામલે પાંચ શખ્સોએ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ પર હીંચકારો હુમલો કર્યાની મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા ભાનુબેન અશોકભાઈ મકવાણા ઉ.વ.38 નામની મહિલાએ તે જ વિસ્તારમાં રહેતા બાબુભાઈ વસ્તાભાઈ મકવાણા,વિશાલભાઈ બાબુભાઇ મકવાણા, ભાવેશભાઈ ભીખાભાઈ પરમાર, ભાવેશભાઈ દિનેશભાઇ પરમાર, કાંતિભાઈ વસ્તાભાઈ મકવાણા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી મહિલાને આરોપી બાબુ મકવાણા સાથે અગાઉ બોલાચાલી થઈ હોય તેનો ખાર રાખીને આરોપીઓ લાકડાના ધોકા,લોખડનો પાઇપ સહિતના હથિયારો લઈને ગતરાત્રે મહિલાના ધરે આવ્યા હતા અને આરોપીએ મહિલાને કહ્યું હતું કે તારા પતિને સમજાવી દેજે મારી દીકરી સામે જુએ નહિ તેમ કહીને આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપીને ફરિયાદી મહિલા તથા જેઠાભાઇ અને લક્ષમીબેન પર લાકડાના ધોકા તથા પાઈપથી માર મારીને ઇજા પહોંચાડી હતી..આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.