ટંકારા : ટંકારા પોલીસે પટ્રોલીગ દરમ્યાન લજાઈ ગામ પાસે આવેલ ખરાબાના ઉકરડામાં છુપાવેલી 9 ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપી લીધી હતી.આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે આજે પટ્રોલીગ દરમ્યાન બાતમીના આધારે ટંકારા તાલુકાના લજીઈ ગામે આવેલ ખરાબાના ઉકરડામાં છુપાવેલી 9 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી લીધી હતી.જેમાં પોલીસની તપાસમાં ટંકારાના લજાઈ ગામે આવેલ ઝલપાટી શેરીમાં રહેતા સતિષભાઈ સામતભાઈ રબારીએ આ ઈંગ્લીશ દારૂની બોટલો છુપાવી હોવાનું ખુલતા પોલીસે તેની સામે આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne