14મીએ રાજકોટમાં આત્મીય કેમ્પસમાં યોજાનાર આ સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓ ભાગ લેશે મોરબી : યુવા રન ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત 51 લાખના અલગ અલગ ઇનામો સાથે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. તારીખ 14મી જુલાઈના રોજ આ સ્પર્ધા રાજકોટમાં યોજાશે, જેમાં મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લાઓની સ્પર્ધા રાજકોટની આત્મીય કોલેજના કેમ્પસમાં યોજાશે. તાજેતરમાં 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે યુવા રન ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત 51 લાખના અલગ અલગ ઇનામ સાથેની યોગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા કરવાનો ખાસ હેતુ ઘર ઘર સુધી યોગ પહોંચે તથા યોગનું દરેક લોકો મહત્વ સમજે તે છે. આ સ્પર્ધા સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. હાલ તારીખ - 14 જુલાઈ 2019 ના રોજ રાજકોટની આત્મીય કોલેજ કેમ્પસ ખાતે આ સ્પર્ધા યોજાવાની છે, જેમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લાની યોગ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ જ પ્રકારનો ચાર્જ વિદ્યાર્થીઓએ આપવાનો નથી એકદમ નિઃશુલ્ક છે. આ સ્પર્ધામાં વયજુથ અંડર-10, અંડર-10 to 15, અંડર-15 to 20, અંડર-20 to 25 રહેશે. વયજુથ મુજબ છોકરા અને છોકરીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. હાલ 3000 થી પણ વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. આ ત્રણ જિલ્લામાં તમામ વિદ્યાર્થીઓ તારીખ- 10 જુલાઈ સુધીમાં આ નંબર - 9687106808, 9328302765 પર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne