મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડિયા ગામ પાસે ટ્રાફિક જામ સર્જાતા સેંકડો વાહન ચાલકો ફસાયા હતા.મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડિયા ગામ નજીક તંત્રની બેદરકારી અને હાઇવે પોલીસની અણઘડ નીતિ રીતિને કારણે વારંવાર ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો બનતા રહે છે ત્યારે આજે સવારે જાંબુડિયા ગામ પાસે આવી જ નીતિ રીતિના પાપે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક નિયમનના અભાવે તેમજ એક બીજાથી વહેલા નીકળી જવાની લહાઈમાં વાહન ચાલકોએ પણ અવ્યવસ્થામાં ઉમેરો કર્યો હતો. બન્ને તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા. લોકોને પોતાના ગંતવ્ય સ્થાનો તરફ જવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક તેમજ હાઇવે પોલીસ આવા સમયે જ દ્રશ્યમાન થતી નથી એવો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne