મોરબી : મોરબીમાં તારીખ 4ને ગુરુવારે દીપ હોમીયો ક્લિનિક અને ઇન્ડિયન લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે દીપ હોમીયો ક્લીનીક, રામચોક, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે સવારે 9:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધી વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાનાર છે. મોરબીમાં તારીખ 4ને ગુરુવારે વિનામૂલ્યે નિદાન કેમ યોજાશે. આ નિદાન કેમ્પમાં વા-સંધિવા, સાયટીકા, સ્પોન્ડેલાઇટીસ, ડોકદર્દ, પીઠદર્દ, કમરદર્દ, મણકા તથા ગાદી ખસવી, ગોઠણ-એડી દર્દ, છાતી-પેટ-પેડુ દર્દ, આંખ-કાન-નાક-ગળાનું દર્દ, માસિક દર્દ, પથરી, એપેન્ડિક્સ, કપાસી, માથાનો દુખાવો, આધાશીશી, ગેસ-એસીડીટી, હરસ-મસા-ફિસર, એલર્જિક શરદી અને એલર્જિક સ્કિન અને વજન ઘટાડવા-શરીરને સુડોળ બનાવવા, મોઢાના ચાંદા તથા દાંતના રોગોનું નિદાન કરવામાં આવશે. આ ઉપરાંત આ રોગોની સારવાર હોમિયોપેથી, એકયુપ્રેસર, સુજોક, પ્રાણીક હીલિંગ તથા ન્યુટ્રીશન દ્વારા કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે ઇન્ડિયન લાયન્સ કલબના સેક્રેટરી હર્ષદભાઈ ગામી, પ્રમુખ ભાવેશભાઈ દોશી અને દીપ હોમીયો ક્લીનિકના ડો. નિલેશભાઈ ગામી દ્વારા અનુરોધ કરાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne