વાંકાનેર તાલુકા વિસ્તારમાં એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે વાંકાનેર હાઈવે પરથી એક કારમાં દેશી દારૂનો જથ્થો મોરબી તરફ આવી રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે એક સફેદ કલરની મારૂતિ કાર GJ 06 K 1320 શંકાસ્પદ હાલતમાં વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતાં તેને અટકાવી ચેક કરતાં તેમાંથી ૩૪૦ લીટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂ. 6800 અને કારની કીંમત રૂ. 30000 તેમજ કારમાં સવાર કમલેશ ધીરુભાઈ ઉધરેજા રહે. ચોટીલા અને દિનેશ રાઘવજીભાઈ મેટાલિયા રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી રૂપિયા 36800નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને આપવા માટે જતો હતો તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne