મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડના પાર્કિગમાંથી બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ પાસેના કામધેનુ પાર્ટી પ્લોટ નજીક કૈલાસ ટાવર બ્લોક નંબર 603માં રહેતા હિતેશભાઈ રાઘવજીભાઈ બોપલીયા નામના યુવાને ગત તા.16 જુનના રોજ પોતાનું જી.જે.03 એચડી 9254 નંબરનું બાઇક મોરબીના નવા બસસ્ટેન્ડના પાર્કિગમાં પાર્ક કર્યું હતું. આ બાઇક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. આથી તેમણે આ બાબતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne