108ના કર્મચારીની તેજસ્વી પુત્રીનું શૈક્ષણીક પુરસ્કાર આપીને સન્માન કરાયું

- text


દલ સંધી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબીમાં દલ સંધી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં એસ.એસ.સી.બોર્ડમાં ટોપર રહેનાર 108ના કર્મચારીની પુત્રીને શૈક્ષણિક પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં દલ સંધી સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિધાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દલ સંધી સમાજના પ્રમુખ રજાકભાઈ ઠેબા તથા ટ્રસ્ટીઓના હસ્તે સમાજના તેજસ્વી વિધાર્થીઓને શૈક્ષણિક પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે નાનીબરાર ગામના અને 108માં ફરજ બજાવતા દાઉદભાઇ અધામની પુત્રી મહેવીશબેન દાઉદભાઇ અધામએ એસે.એસ.સી.બોર્ડની.પરીક્ષામાં 99.28 પી.આર. સાથે ટોપર રહીને સમાજનું નામ રોશન કરતા આ વિદ્યાર્થીનીને શૈક્ષણિક પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text